ઍડલ્ટ સ્ટાર મિયા ખલીફા કહે છે, 'પોર્ન મારા માટે ખૂબ ડરામણું હતું'

મિયા ખલિફા Image copyright Getty Images

પ્રખ્યાત ઍડલ્ટ સ્ટાર રહી ચૂકેલાં મિયા ખલીફાએ પહેલી વખત પોતાની કારકિર્દી અંગે ખુલ્લા મને વાત કરી છે.

અમેરિકી લેખિકા મેગન અબોટને આપેલા ઇન્ટરવ્યૂમાં મિયા ખલીફાએ પોર્ન બનાવતી કંપનીઓ પર આરોપ લગાવતા કહ્યું છે કે કંપનીઓ અણસમજુ યુવતીઓને પોતાનો શિકાર બનાવે છે.

26 વર્ષીય મિયા ખલીફાએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં માત્ર ત્રણ મહિના માટે કામ કર્યું.

2014ના ઓક્ટોબરમાં મિયા પોર્નની દુનિયામાં આવ્યાં અને 2015ની શરૂઆતમાં તેમણે આ કામ છોડી દીધું.

જે સમયે તેઓ પોર્નની દુનિયામાંથી બહાર નીકળ્યાં, તે સમયે તેઓ 'પોર્નહબ' નામની વેબસાઇટ પર એક પ્રખ્યાત સ્ટાર બની ચૂક્યાં હતાં.

પોતાનાં ઇન્ટરવ્યૂમાં મિયાએ કહ્યું છે કે તેઓ હજુ સુધી પોતાનાં અતીતને સ્વીકારી શક્યાં નથી.

તેમણે ટ્વીટ કરીને લખ્યું, "લોકોને લાગે છે કે હું પોર્ન ઇન્ડસ્ટ્રીમાં લાખો ડૉલરની કમાણી કરી છે, પરંતુ આ કામમાં મેં માત્ર 12 હજાર ડૉલરની કમાણી કરી છે."

"ત્યારબાદ મને આ કામથી કોઈ કમાણી થઈ નથી. પોર્નની દુનિયા છોડ્યાં બાદ સામાન્ય નોકરી શોધવામાં મને ઘણી તકલીફ પડી. પોર્ન મારા માટે ખૂબ ડરામણું હતું."

મોટાભાગે મિયા પોતાનાં ભૂતકાળ વિશે વાત કરતાં નથી.

પરંતુ હવે તેઓ કહે છે કે તેઓ પોતાનાં ભૂતકાળની એ દરેક ક્ષણ પર પ્રકાશ પાડવા તૈયાર છે કે જે તેમની કારકિર્દી પર સવાલ ઊભો કરે છે.

મિયાએ કહ્યું કે જો બિઝનેસ મારા નામે ચાલે છે, તો તેનો કોઈ પણ મારા વિરુદ્ધ ઉપયોગ ન કરી શકે.


પોર્નની દુનિયામાં ઓળખ મળી, પૈસા નહીં

Image copyright Getty Images

મિયા ખલીફાને પોર્ન વેબસાઇટ પર ખૂબ જોવામાં આવ્યાં છે, પરંતુ તેમનું કહેવું છે કે આ કામથી તેમને જેટલી ઓળખ મળી, તેની સરખામણીએ તેમને યોગ્ય પૈસા મળ્યા નથી.

હજુ પણ તેમનાં નામે વેબસાઇટ ચાલી રહી છે. તે વેબસાઇટ પર લખ્યું છે કે મિયા તે વેબસાઇટની માલિકી ધરાવતાં નથી અને ન તો તે વેબસાઇટથી તેમનો કોઈ ફાયદો થાય છે.

મિયા કહે છે, "હાલ હું માત્ર એ જ ઇચ્છતી હતી કે તે વેબસાઇટ પરથી ગમે તે રીતે મારું નામ હટી જાય."

મિયા ખલીફાનો જન્મ આરબના દેશ લેબનનમાં થયો હતો.

તેઓ પોતાની કારકિર્દી વિશે વાત કરતાં કહે છે કે પોર્નની દુનિયામાંથી બહાર નીકળ્યા બાદ તેમને કામ શોધવામાં ખૂબ મુશ્કેલી પડી.

મિયા ઉમેરે છે, "મને ખૂબ ખરાબ લાગતું હતું જ્યારે મને મારા જૂના કામના લીધે કંપનીઓમાં કામ મળતું ન હતું, પરંતુ જેમની સાથે મારી સગાઈ થઈ છે તેઓ ખૂબ સારા છે."

"મને લાગે છે કે હું ક્યારેય તેમના જેઓ યુવક શોધી શકી ન હોત."

મિયા ખલીફાની સગાઈ 2019ની શરૂઆતમાં જ રોબર્ટ સેંડબર્ગ નામના યુવક સાથે થઈ હતી.


IS દ્વારા મારી નાખવાની ધમકી

Image copyright Getty Images

પોર્નની દુનિયામાં મિયાની કારકિર્દી ભલે નાની રહી હોય, પરંતુ વિવાદ ઓછા નથી રહ્યા.

મોટો વિવાદ ત્યારે ઊભો થયો હતો, જ્યારે તેમણે હિજાબ પહેરીને પોર્ન વીડિયો શૂટ કર્યો હતો.

આ વીડિયો બાદ ISISએ મિયા ખલીફાને મારી નાખવાની ધમકી આપી હતી.

તેઓ કહે છે, "એ વીડિયો પોસ્ટ થયો અને હોબાળો મચી ગયો હતો. ISISએ મને મારી નાખવાની ધમકી આપી હતી."

"એ લોકોએ ગૂગલ મૅપથી મારા ઘરની તસવીરો લઈને મને મોકલી હતી."

"હું એટલી ડરી ગઈ હતી કે હું બે અઠવાડિયા સુધી તો હોટલમાં જ રહી હતી."

ઇન્સ્ટાગ્રામ પર મિયાનાં 17 લાખથી વધુ ફૉલોઅર્સ છે.

ટ્રૉલર્સ પણ તેમને ઘણી વખત અલગ અલગ પ્રકારની ધમકીઓ આપે છે.

તેઓ કહે છે, "નાની ધમકીઓથી હવે મને ડર લાગતો નથી. લોકો જે પ્રકારની વાતો કરે છે તેનાથી હું અપમાનિત અનુભવું છું."

"હું વિચારું છું કે શું આ ISIS છે? શું આ લોકો મને મારી નાખશે? નહીં? તો ઠીક છે."

મિયા ખલીફાએ પોતાનો પહેલો પોર્ન વીડિયો ઑક્ટોબર 2014માં બનાવ્યો હતો.

પોતાના ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે, "હું ઇચ્છતી ન હતી કે લોકોને આ વિશે ખબર પડે. હું તેને સિક્રેટ રાખવા માગતી હતી."

પરંતુ ડિસેમ્બર સુધી તેઓ પોર્નહબના નંબર વન 'ઍડલ્ટ સ્ટાર' બની ગયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો